આને કહેવાય સત્તાના લોભિયા! મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષે બેસનારા ભાજપે સત્તા માટે અહીં મિલાવ્યા શિવસેના સાથે હાથ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,21 જુલાઈ  2021

બુધવાર.

મહારાષ્ટ્રમાં ભાજપ સાથ છેડો ફાડીને શિવસેનાએ કૉન્ગ્રેસ અને NCP સાથે સરકાર રચી છે. ભાજપ હાલ મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષના સ્થાને છે. બંને પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યોરોપમાંથી ઊંચા આવતા નથી, ત્યારે થાણે જિલ્લામાં બંને પક્ષોએ સત્તા માટે હાથ મિલાવ્યા છે. બંને પક્ષોએ પોતાની વચ્ચે રહેલી કડવાહટને દૂર કરીને એકબીજાને મદદ કરવાનો નિર્ણય લીધો છે. એ મુજબ જિલ્લા પરિષદની પાંચ વિશેષ સમિતિના અધ્યક્ષપદ પર બંને પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. ગયા મહિનામાં થાણે જિલ્લા પરિષદની પાંચ સમિતિના અધ્યક્ષોની છ મહિનાની મુદત પૂરી થઈ હતી.

મહારાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન, હવામાન વિભાગે રાજ્યના આ પાંચ જિલ્લાઓ માટે આપ્યું રેડ એલર્ટ ; જાણો મુંબઈ માટે શું આગાહી કરી

એથી સમિતિના અધ્યક્ષપદે ચૂંટણી થવાની હતી. એમાં શિવસેના અને ભાજપે આપસી સમજદારીથી સમિતિઓ વહેંચી લીધી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More