News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ને સમાવવા માટે, બાંદ્રા ટર્મિનસ ( Bandra Terminus ) અને પાલીતાણા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. સાથે જ, બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટ્રિપ્સ હાલના દિવસો, સમય, સ્ટોપેજ, સંરચના વગેરે સાથે લંબાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ ટ્રેનોની ( Special train ) વિગતો નીચે મુજબ છે:
- 
Western Railway : ટ્રેન નંબર 09121/09122 બાંદ્રા ટર્મિનસ – પાલિતાણા સ્પેશિયલ [02 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09121 બાંદ્રા ટર્મિનસ – પાલીતાણા સ્પેશિયલ ( Bandra Terminus – Palitana Special ) શુક્રવાર, 06 સપ્ટેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે પાલીતાણા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09122 પાલિતાણા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ રવિવારના 8 સપ્ટેમ્બર, 2024, રોજ 21.00 કલાકે પાલીતાણાથી ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર જી, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.
આ સમાચાર પણ વાંચો: Teachers Day : આજે છે જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જાણો તેમની શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા..
- 
Western Railway : ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર (સાપ્તાહિક) સ્પેશિયલની ટ્રિપ્સ નું વિસ્તરણ.
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલની ( Bandra Terminus-Bhavnagar Special ) ટ્રિપ્સ 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલની ટ્રીપ્સ 26 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09121 અને 09122 માટે બુકિંગ શરૂ થઈ ગયું છે, જ્યારે ટ્રેન નંબર 09207 અને 09208ની લંબાવવામાં આવેલ ટ્રિપ્સ માટે બુકિંગ 06 સપ્ટેમ્બર, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી ( IRCTC ) ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        