News Continuous Bureau | Mumbai
ગુરુવારે મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તા પરિવર્તન થઈ ગયું છે. મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે એકનાથ શિંદે(Eknath Shinde)એ શપથ લીધા છે. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે કેબિનેટ વિસ્તરણ અને વિધાનસભા અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 2 અને 3 જુલાઈ, શનિવાર અને રવિવારના રોજ યોજાનાર સંમેલનને મુલતવી રાખવામાં આવ્યું છે. આ સંમેલન હવે આગામી આવતીકાલે એટલે કે રવિવારે અને સોમવારે 3 અને 4 જુલાઈએ યોજાશે. નવનિયુક્ત સરકારે બહુમતી સાબિત કરવી પડશે. આ જ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.
મીડિયા હાઉસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, શિંદે સરકારે(Shinde Govt) વિધાનસભા અધ્યક્ષ પદ માટે રાહુલ નાર્વેકર(rahul Narvekar)ના નામ પર મહોર મારી દીધી છે. તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે. વિધાનસભાના અધ્યક્ષ (Speaker of the Legislature)પદ માટે 3 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. અહીં એક વાત ઉલ્લેખનીય છે કે નાર્વેકરના સસરા રામરાજે નાઈક નિંબાલકર (Ramraje Naik Nimbalkar) હાલમાં વિધાન પરિષદના અધ્યક્ષ છે. ત્યારે હવે જો રાહુલ નાર્વેકર જીતશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં સસરા અને જમાઈની જોડી જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને મોટી રાહત- EDના વિરોધ છતાં વિશેષ અદાલતે આ કેસની સીબીઆઈ તપાસને બંધ કરવાની મંજૂરી આપી-જાણો વિગતે
ઉલેખનીય છે કે રાહુલ નાર્વેકર 45 વર્ષના છે અને જો સ્પીકર તરીકે ચૂંટાશે તો તેઓ વિધાનસભાના અત્યાર સુધીના સૌથી યુવા સ્પીકર હશે. અગાઉ રાહુલ નાર્વેકર શિવસેના(Shivsena) અને એનસીપી(NCP) સાથે સંકળાયેલા હતા. હવે તેઓ ભાજપ(BJP)ના ધારાસભ્ય(MLA) છે. આમ વિધાનસભા અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે રાહુલ નાર્વેકરને જાહેર કરીને ભાજપે વધુ એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબા(Colaba) મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે INCના અશોક જગતાપને હરાવીને વિધાનસભા ચૂંટણી જીતી હતી.