Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો!…ટિકિટ ન મળતા AAPના આ નેતા રિસાયા… ચડી ગયા ટાવર પર.. જુઓ વાયરલ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

સુપરહિટ ‘શોલે’ 1975માં રિલીઝ થઈ હતી. ફિલ્મના ઘણા દ્રશ્યો આજે પણ લોકોને યાદ છે. આ સીનમાંથી એક સીન એ છે કે જેમાં વીરુ તેની બસંતી સાથે લગ્ન કરવાની જીદમાં પાણીની ટાંકી પર ચઢી જાય છે. અને કહે છે મારી ઈચ્છા પૂરી કરો નહિતર ‘હું કૂદી જઈશ , હું મરી જઈશ’ આ ફિલ્મ દાયકાઓ વીતી ગયા છે, પરંતુ આજે પણ લોકોને જો તેની કોઈ જીદ પૂરી કરવી હોય તો તે આ રીત અપનાવે છે. દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ કાઉન્સિલરે પણ આવું જ કર્યું હતું. જ્યારે તેમને MCD ચૂંટણી માટે ટિકિટ ન મળી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને વીજળીના ટાવર પર ચઢી ગયા. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

 દિલ્હીમાં ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને, 12 નવેમ્બર, શનિવારે, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં હસીબ-ઉલ-હસનનું નામ નહોતું. જેનાથી નારાજ થઈને તે બીજા જ દિવસે ઈલેક્ટ્રીક ટાવર પર ચડી ગયા. તેમણે પાર્ટીના મોટા નેતાઓ પર દગો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા સમયે તેમની ટિકિટ કપાઈ ગઈ અને કોઈ અન્યને આપવામાં આવી. જોકે થોડા સમય પછી તેમને ટાવર પરથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ લોકલ ટ્રેન માટે કામના સમાચાર.. UTS મોબાઈલ એપ પરના આ નિયમો થયા હળવા.. મુસાફરોને થશે મોટો ફાયદો  

Nikesh Arora vs Thomas Kurian Nvidia CEO નિકેશ અરોરા કે થોમસ કુરિયન? Nvidia ના કાયમી CEO કોણ બનશે, જાણો કોનું પલડું છે સૌથી ભારે
NPCI New UPI Update ડિજિટલ પેમેન્ટની દુનિયામાં મોટો ફેરફાર NPCI લાવ્યું નવી સુવિધા, હવે ગૂગલ પે અને ફોન પે દ્વારા ચૂકવણી કરવી બનશે વધુ ઝડપી અને સુરક્ષિત
Shashi Tharoor Bharat Summit Row ‘ભારત સમિટ’ માં 115 વિદેશી વક્તાઓને પ્રવેશ નકારાયો; શશી થરૂરનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ, કહ્યું ‘લોકશાહી આટલી અસુરક્ષિત કેમ?’
Maharashtra Mantralaya Canteen Menu મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટીનનું મેનુ બદલાયું, 54 નવી વાનગીઓનો કરાયો સમાવેશ, પરંતુ લોકપ્રિય નાસ્તા ‘કાંદા પૌઆ’ ને ન મળ્યું સ્થાન
Exit mobile version