મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથનું સ્વાસ્થ્ય લથડતા તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
શ્રી કમલનાથને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ, તાવ ઉપરાંત કોરોના સંક્રમણના અન્ય લક્ષણો જોવા મળતા તેમને દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે તે ગત ફેબ્રુઆરી મહિનામાં મધ્ય પ્રદેશમાં ઈન્દોરના એક ખાનગી હોસ્પિટલની લિફ્ટ પડવાની ઘટનાથી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ માંડ માંડ બચ્યા હતા.
