News Continuous Bureau | Mumbai
Ashok Chavan : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં ( BJP ) જોડાયા ગયા છે. અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસમાંથી ( Congress ) રાજીનામું આપી દીધું હતું. તેમજ અશોક ચવ્હાણએ આજે બપોરે લગભગ 1 વાગે મુંબઈ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ઔપચારિક રીતે પાર્ટીનું સભ્યપદ લીધું. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ MLC અમર રાજુરકર ( Amar Rajurkar ) પણ ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
ચવ્હાણે મિડીયાને સંબંધોતા કહ્યું હતું કે, જો કે મેં કોંગ્રેસના કોઈપણ ધારાસભ્યને ( MLA ) આજે મારી સાથે આવવાનું આમંત્રણ આપ્યું નથી. તેમજ વધુમાં કહ્યું હતું કે, આજે હું મારી રાજકીય કારકિર્દીમાં એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યો છું. હું ભાજપમાં જોડાવાનો છું. હું મહારાષ્ટ્ર ભાજપ કાર્યાલયમાં ( Maharashtra BJP office ) ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લઈશ.
VIDEO | Maharashtra Deputy CM Devendra Fadnavis welcomes former CM and ex-Congress leader Ashok Chavan into BJP.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/mfhoAH5L4I
— Press Trust of India (@PTI_News) February 13, 2024
ભાજપમાં જોડાયા બાદ અશોક ચવ્હાણને રાજ્યસભામાં ( Rajya Sabha ) મોકલી શકાય છેઃ સુત્રો..
ભાજપમાં જોડાયા બાદ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલી શકાય છે એવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. મિડીયા રિપોર્ટ અનુસાર, ચવ્હાણના પક્ષમાં પ્રવેશ પછી તરત જ ભાજપ રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. જો કે, જો ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ( Rajya Sabha Elections ) ચોથા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે, તો અશોક ચવ્હાણ જૂથના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગની સંભાવના વધારે છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ અશોક ચવ્હાણને ફોન કરીને કહ્યું કે અમે તમારી સાથે છીએ.
આ સમાચાર પણ વાંચો : Ahlan Modi Program: પીએમ મોદીની મુલાકાત પહેલા UAE માં ગાજવીજ સાથે ભારે વરસાદ! ખરાબ હવામાનને કારણે ‘અહલાન મોદી’ કાર્યક્રમ ટુંકાયો..
ઉલ્લેખનીય છે કે, અશોક ચવ્હાણે ગઈકાલે સવારે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગઈ કાલે બોલતા ચવ્હાણે કહ્યું હતું કે તેમને નિર્ણય લેવામાં બે દિવસ લાગશે. રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. વાસ્તવમાં ભાજપ મહારાષ્ટ્રમાંથી ત્રણ લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. આમાંથી એકમાં અશોક ચવ્હાણને તક મળશે તેવી હાલ ચર્ચા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
