ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવા મામલે ચાર્જશીટ દાખલ કરી છે.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે અનિલ દેશમુખે 1992થી પોતાના પદનો અયોગ્ય લાભ ઉઠાવ્યો છે. તેણે ગેરકાયદેસર રીતે ઘણી કમાણી કરી છે.
આ સાથે જ તેણે અનેક સરકારી કર્મચારીઓને પણ પોતાની સાથે જોડી દીધા હતા.
આ ઉપરાંત ગેરકાયદેસર રીતે કમાયેલી રકમ તેણે 13 કંપનીઓમાં વાપરી હોવાનો પણ ખુલાસો થયો છે.