Site icon

100 કરોડની ખંડણીની તપાસ: આખરે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, આટલી વખત પાઠવવામાં આવ્યા હતા સમન્સ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 1 નવેમ્બર, 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આજે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર થયા છે.

આ દરમિયાન ઇડીના અધિકારીઓ કથિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની પૂછપરછ કરી રહ્યા છે. 

ઈડી 100 કરોડના ખંડણી કેસમાં મની લોન્ડરિંગ એંગલથી પણ તપાસ કરી રહી છે.

દેશમુખને પૂછપરછના સંદર્ભમાં ED દ્વારા 5 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ દર વખતે તેમના વકીલ ઈન્દ્રપાલ સિંહ ઈડીની ઓફિસ પહોંચતા હતા.

દેશમુખની સાથે તેમના દિકરા ઋષિકેશ દેશમુખ અને પત્નીને પણ બે વખત બોલાવવામાં આવ્યા છે. પરંતુ તેઓ પણ અત્યાર સુધી ઈડી ઓફિસ પહોંચ્યા નથી. 

માનવામાં આવે છે કે, દેશમુખ પછી હવે ટૂંક સમયમાં તેમના દિકરા અને પત્ની પણ ઈડીની સામે હાજર થઈ શકે છે.

નોંધનીય છે કે મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારી વાજે (હવે બરતરફ કરાયેલા)ને શહેરના બાર અને રેસ્ટોરન્ટમાંથી એક મહિનામાં રૂ. 100 કરોડથી વધુની વસૂલાત કરવાનું કહ્યું હતું.

તહેવાર ટાણે જ ગૃહિણીઓને મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG સિલિન્ડમાં ઝીકાયો અધધ આટલા રૂપિયાનો વધારો

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version