પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરદાર બૂટા સિંહનું આજે સવારે નિધન થઈ ગયું છે.
86 વર્ષીય બૂટા સિંહ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા.
કેન્દ્રમાં કોંગ્રેસ ની જુદી જુદી સરકાર દરમિયાન તેમણે ગૃહ મંત્રી, કૃષિ મંત્રી, રેલવે મંત્રી સહિત ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.
આ ઉપરાંત તેઓ 8 વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.