ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બચ્ચી સિંહ રાવત નું નિધન થયું છે. તેઓએ ઉત્તરાખંડના ઋષિકેશમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમના ફેફસામાં ઇન્ફેક્શન ફેલાયું હતું જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે ચિકિત્સકોએ ભરપૂર મહેનત કરી પરંતુ તેઓ અસફળ રહ્યા.
બચ્ચી સિંહ રાવત વાજપેયી સરકાર વખતે કેન્દ્ર મંત્રી રહ્યા હતા. તેમના અવસાનને કારણે ઉત્તરાખંડ ભાજપમાં શોકની લહેર ફેલાઇ છે.
મુંબઈ ભાજપના સૌથી મોટા નેતા ને થયો કોરોના. ઇલાજ ચાલુ. ભાજપમાં ચિંતા…