ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર, 2021
શનિવાર
ગુજરાત કોંગ્રેસમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યું. હજી સુધી પક્ષના પ્રમુખ માટે હુંસાતુંસી ચાલી રહી છે, ત્યારે નારાજગીનો દોર અટકી રહ્યો નથી.
2022ની ચૂંટણી નજીક છે તે પહેલા જ પક્ષના દિગ્ગજ નેતાએ રાજીનામુ આપ્યુ છે.
વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાએ પક્ષને પોતાનું રાજીનામુ સોંપ્યુ છે.
તેમણે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કાર્યશૈલીથી નારાજ થઈને રાજીનામું આપ્યુ હોવાનું કારણ પત્રમાં રજૂ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે મણિભાઈ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.
કોરોના પર PM મોદીની હાઇલેવલ મીટિંગ; આપ્યા આ કડક આદેશ, જાણો વિગતે
