ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
નેશનલ પીપલ્સ પાર્ટીના ચાર પ્રધાનોએ રાજીનામું આપતા મણિપુરની ભાજપ સરકાર સંકટમાં આવી છે. જેમાંથી ત્રણ વિધાનસભ્યો તો કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યા છે. આમ અત્યાર સુધી કુલ નવ વિધાનસભ્યો એ પોતાનું સમર્થન ભાજપમાંથી પાછું ખેંચ્યું છે. રાજીનામા આપનાર 4 સભ્યો ભારતીય જનતા પાર્ટી સરકારમાં આદિવાસી કલ્યાણ, યુવા, રમત ગમત જેવા ખાતા સંભાળતા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીના આ સભ્યોએ રાજીનામુ આપવાનું કારણ હજુ સુધી જણાવ્યું નથી. પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી રાજ્યપાલને મળીને વિધાનસભાનું સત્ર આગામી દિવસોમાં બોલાવાની અને સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની કોશિશ કરશે એ પાક્કું છે.
બીજી તરફ મણિપુરના રાજ્ય ઉદ્યોગ પ્રધાન અને ભાજપના નેતાઓનો દાવો છે કે મણિપુરમાં ભાજપની સરકાર સામે કોઈ સંકટ નથી.
નોંધનીય છે કે મણિપુરમાં 2017માં ચૂંટણીઓ થઈ હતી ત્યારે ભાજપે કોંગ્રેસના આઠ સભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લઈ સરકાર બનાવી હતી પરંતુ 3 વર્ષ બાદ જ મણિપુરમાં ભાજપ સરકાર સંકટમાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સભાની ચૂંટણીઓ સામે છે ત્યારે જ ભાજપના સભ્યોનું પક્ષ છોડી જવું નેગેટિવ સંદેશ આપે છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com