ન્યુઝ કંટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
1 મે થી દેશભરમાં 18 વર્ષથી ઉપરના વયના લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ થવાની છે. ત્યાં જ દેશના ચાર રાજ્યોએ જાહેર કર્યું છે કે, તેઓ વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે વેક્સિનની પ્રક્રિયા શરૂ નહીં કરી શકે. રાજસ્થાન, છત્તીસગઢ પંજાબ અને ઝારખંડ એ પોતાના પ્રદેશમાં વેક્સિન આપવાની પ્રક્રિયા તાતપૂરતી ટાળી દીધી છે.
કોંગ્રેસ શાસિત પ્રદેશ રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તેમને 15મી મે પહેલા કોવિશિલ્ડ વેક્સિનનો પુરવઠો સપ્લાય નહીં કરી શકે. જોકે વેક્સિન અંગે રાજસ્થાન સાથે છત્તીસગઢ પંજાબ અને ઝારખંડ ની પરિસ્થિતિ એક સરખી છે.રાજસ્થાનના સ્વાસ્થ્યમંત્રીના વધુમાં જણાવ્યા મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટને કેન્દ્ર સરકાર તરફથી જે ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને તેઓ પ્રાથમિકતા ના ધોરણે પહેલા પૂરો કરવાના છે. જેના માટે તેમને 15 મે સુધીનો સમય જોઈએ છે. રાજસ્થાનમાં 18 વર્ષથી 45 વર્ષ સુધીની વયના 3.13 કરોડ લોકો છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રીએ કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક કંપનીને રાજ્યોની વેક્સિનની જરૂરિયાત મુજબ સપ્લાય કરવાનો આદેશ આપે. જોકે છત્તીસગઢ, પંજાબ અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રીઓ એ રાજસ્થાન સ્વાસ્થ્યમંત્રીના આ સૂચન અંગે સમર્થન આપ્યું છે.
કાંદિવલીમાં શરૂ થયું 130 બેડ નું કોવિડ કેર સેન્ટર. દેવેન્દ્ર ફડણવીસના હાથે થયું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ અને પંજાબમાં પણ કોંગ્રેસનું શાસન ચાલે છે. જ્યારે ઝારખંડમાં જામુમો સાથે કોંગ્રેસની સત્તા છે.
