ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
ભારત દેશમાં અનેક રાજયોએ જાહેરાત કરી છે કે મફતમાં વેક્સિન આપવામાં આવશે. પણ એકેય રાજ્યએ જાહેરાત કરી નથી કે આ વેક્સિન ક્યાંથી આવશે. વાત એમ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશોને વેક્સિન ની જરૂરત છે. પરંતુ ગરીબ દેશો તો વેક્સિન મેળવી પણ શકતા નથી. બીજી તરફ ધનિક દેશો પણ વેક્સિન મેળવવા માટે રાજદ્વારી કુટિલતા નો ઉપયોગ કરી રહ્યા છે. વેક્સિન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે રાજકારણ ચાલુ છે તે કંઇ શાંત વિશ્વ યુદ્ધ થી ઓછું નથી. અનેક દેશો બીજા દેશમાં જતા વેક્સિન ના પુરવઠાને રોકી રહ્યા છે. અનેક દેશો બીજા દેશમાં વેક્સિન ન બને તે માટે કાચો માલ પણ નથી આપી રહ્યા.
આ પરિસ્થિતિમાં ભારતના ભાષણબાજ નેતાઓ મફત વેક્સિન આપવાની વાત કરે છે. સવાલ એ ઉભો થાય છે કે આ વેક્સિન આવશે ક્યાંથી?
મહારાષ્ટ્ર જાહેરાત કરી છે કે તેઓ ગ્લોબલ ટેન્ડર બહાર પાડશે. શા માટે? કમિશન ખાવા માટે!!!
ગુજરાતે જાહેરાત કરી છે કે તેણે દોઢ કરોડ ડોઝ નો ઓર્ડર આપી દીધો છે. પણ ડિલિવરી ક્યારે આવશે?
આ ઉપરાંત રાજ્યો પાસે ખિસ્સામાં પૈસા નથી તેમણે પણ મફત વેક્સિન આપવાની જાહેરાત કરી છે. અરે આ એવા રાજ્યો છે જેણે ખેડૂતોને સબસીડી ના પૈસા પણ આપ્યા નથી. તેઓ પણ મફત વેક્સિન આપશે.
ભારતમાં નેતાઓને ડંફાસ મારવા પર ક્યાં કોઈ સજા છે???