Site icon

Free Treatment : મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી હૉસ્પિટલોમાં બધા ટેસ્ટ સાથે થશે મફત સારવાર.. જાણો કઈ રીતે લઈ શકો છો આ સુવિધાનો લાભ.…

Free Treatment : સરકારના આ નિર્ણયથી રાજ્યના ગરીબ, જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી છે.

Free Treatment : Big news! In the state, from Independence Day, patients will get free treatment in government hospitals, the decision of the cabinet

Free Treatment : મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી હૉસ્પિટલોમાં બધા ટેસ્ટ સાથે થશે મફત સારવાર.. જાણો કઈ રીતે લઈ શકો છો આ સુવિધાનો લાભ.…

News Continuous Bureau | Mumbai 

Free Treatment : રાજ્યના તમામ નાગરિકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગ (Department of Public Health) ની તમામ સરકારી હોસ્પિટલોમાં દરેક વ્યક્તિને મફત સારવાર મળશે. રાજ્ય કેબિનેટની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થશે અને તેનાથી તેમને મોટી રાહત મળી છે. આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે માહિતી આપી હતી કે આ યોજના રાજ્યમાં 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

તાજેતરમાં રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગને લગતો આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય બંધારણની કલમ 21 હેઠળ નાગરિકોને સારા સ્વાસ્થ્ય સાથે જીવવાનો અધિકાર છે. જાહેર આરોગ્ય વિભાગના નિયંત્રણ હેઠળની આરોગ્ય સંસ્થાઓમાં સારવાર માટે આવતા લાભાર્થીઓમાં મોટી સંખ્યામાં આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ થાય છે. આ દર્દીઓને સરકારના નિર્ણય મુજબ દુર્લભ કિસ્સાઓમાં સારવાર અને તપાસની મફત સુવિધા આપવામાં આવી છે.

 વિનામૂલ્યે સર્જરી કરવામાં આવશે

તમામ સારવાર મફત હશે અને આ યોજના હેઠળની તમામ સર્જરી પણ મફતમાં થશે. આ યોજના 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ હેઠળની હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે.
આરોગ્ય સુવિધાઓમાં કરવામાં આવતા પરીક્ષણોમાં ઇસીજી, એક્સ-રે, સીટી-સ્કેન, પ્રયોગશાળા પરીક્ષણો જેવા પરીક્ષણોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Reliance Jio : જીયો યુઝર્સ માટે ખુશખબરી! રિલાયન્સે અમેરિકન કંપની મિમોસા નેટવર્કને કર્યું હસ્તગત…. Jio ગ્રાહકોને મળશે જબરદસ્ત 5G લાભ…

અમલીકરણ માટેની માર્ગદર્શિકા

– આરોગ્ય સંસ્થામાં આવતા દર્દીઓએ સરકાર દ્વારા અધિકૃત ઓળખ કાર્ડના આધારે વિના મૂલ્યે નોંધણી કરાવવાની રહેશે.
– આઉટપેશન્ટ વિભાગમાં કામ કરતા તબીબી અધિકારીઓએ દર્દીઓને બહારથી દવા અને અન્ય વપરાશની વસ્તુઓ ખરીદવા માટે ચિઠ્ઠી આપશે નહી.
– જો દુર્લભ કિસ્સાઓમાં દર્દીઓને બહારની દવાઓ આપવી જરૂરી હોય, તો દવાઓ સ્થાનિક સ્તરે RKS સબસિડીમાંથી ખરીદવી જોઈએ અને દર્દીઓને મફતમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ.
– આરોગ્ય સુવિધામાં કરવામાં આવતી પરીક્ષણો (દા.ત. ECG, એક્સ-રે, સીટી સ્કેન, લેબોરેટરી પરીક્ષણો) માટે શુલ્ક લેવામાં આવવું જોઈએ નહીં.
– દાખલ દર્દીઓના ડિસ્ચાર્જ પર કોઈ ચાર્જ લેવામાં આવવો આવશે નહીં.
– દર્દીઓ પાસેથી અગાઉ વસૂલવામાં આવેલી ફી સરકારી ખાતા અથવા દર્દી કલ્યાણ ફંડમાં જમા કરવુ રહેશે અને એકાઉન્ટ સબમિટ કરવું રહેશે.

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version