ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ 15થી 18 વર્ષના એજ ગ્રુપના બાળકોને 3 જાન્યુઆરીથી વૅક્સિન આપવામાં આવવાની છે. મુંબઈમાં 9 લાખ બાળકોને વૅક્સિન આપવામાં આવવાની છે. તે માટે આજે પહેલી જાન્યુઆરીથી ઓનલાઈન નામનું રજિસ્ટ્રેશન ચાલુ થશે. બાળકોને ફક્ત કોવેક્સિન આપવામા આવવાની છે.
મુંબઈમાં 16 જાન્યુઆરી 2021થી વૅક્સિનેશન ઝુંબેશ ચાલુ થઈ હતી. હેલ્થ વર્કર, અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારી, સિનિયર સિટિઝનને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ત્યારબાદ પહેલી મે 2021થી 18 વર્ષથી ઉપરના લોકોને વૅક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યુ હતું. પાલિકા, સરકારી અને ખાનગી એમ કુલ 451 વૅક્સિનેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા. હવે 15થી 18 વર્ષના બાળકો માટે 3 જાન્યુઆરી 2022થી વૅક્સિનેશન ઝુંબેશ ચાલુ થશે. તે મુજબ હાલ 2007માં અથવા તેના પહેલા જન્મેલા બાળકને વૅક્સિન આપવામાં આવશે.
બાળકોને કોવિન સિસ્ટમ પર પોતાના મોબાઈલ નંબરથી વૅક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વૅક્સિનેશ સેન્ટર વોક-ઈન પણ રજિસ્ટ્રેશન રહેશે.