ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ગુજરાતમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગેરકાયદેસર ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજીત 6 કરોડના કોકેઈન ડ્રગ્સ સાથે એક શખ્સને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ઝડપી પાડ્યો છે.
આફ્રિકન નાગરિક આ કોકેઈન ડ્રગ્સ દુબઈની ફ્લાઈટમાં લાવ્યો હતો જે બાદ ક્યાં પહોંચાડવાનો હતો તે મામલે એનસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા પણ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટ પરથી 4.2 કિલો કોકેઇન સાથે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે આ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે કરોડ રૂપિયા જેટલી હોય છે ત્યારે હવે 6 કરોડના કોકેઈ સાથે આફ્રિકન નાગરિક ઝડપાતા NCBએ વધુ તપાસ હાથ ધરી છે.
