Site icon

Ticket Checking : અમદાવાદ મંડળ પર એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધી ટિકિટની ખાસ તપાસના અભિયાન દ્વારા રૂ. 15.53 કરોડ નું રાજસ્વ પ્રાપ્ત કર્યું

Ticket Checking : પશ્ચિમ રેલવે દ્વારા કાયદેસર ટિકિટ સાથે મુસાફરી કરવાનો આગ્રહ.

From April to October 2023, through a special ticket inspection campaign on Ahmedabad Mandal, Rs. 15.53 crores earned

From April to October 2023, through a special ticket inspection campaign on Ahmedabad Mandal, Rs. 15.53 crores earned

News Continuous Bureau | Mumbai

Ticket Checking : પશ્ચિમ રેલવના ( Western Railway ) અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) પર તમામ કાયદેસર યાત્રીઓને ( passengers ) આરામદાયક યાત્રા અને ઉત્કૃષ્ટ સેવાઓ ચોક્કસપણે મળી રહે તેમ જ રેલ વ્યવહારમાં બીનઅધિકૃત મુસાફરીને અટકાવવા માટે મેઇલ/એક્સપ્રેસની સાથોસાથ પેસેન્જર ટ્રેનો ( Passenger trains ) અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના અનિયમિત યાત્રીઓ પર અંકુશ મૂકવા માટે સતત ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

આ વર્ષે ઓક્ટોબર, 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ દ્વાર મહત્તમ ટિકિટ ચેકર્સનો સહયોગ લેવામાં આવ્યો જેમાં મહિલા ટિકિટ ચેકર્સ ટીમ પણ સામેલ છે, તેમના સહયોગથી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ રેલખંડ તેમ જ અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યા. આ વિશાળ પાયે કરાયેલ ચેકિંગ દરમિયાન 32961 કેસ નોંધાતા રૂ. 2.25 કરોડથી વધારેની આવક પ્રાપ્ત થઇ. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, સામાન બુક કર્યા વિના કુલ 2.18 લાખ કિસ્સા સાથે રૂ.. 15.53 કરોડનું રાજસ્વ મેળવ્યું.

આ સમાચાર પણ વાંચોઃ Reliance SBI Card: રિલાયન્સ રિટેલ અને એસબીઆઈ કાર્ડ સાથે મળીને પ્રસ્તુત કરે છે રિલાયન્સ એસબીઆઈ કાર્ડ.

તમામ યાત્રીઓને વિનંતી છે કે જરૂરી રેલ ટિકિટ લઇને જ સફર કરે, તેનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને માનભેર મુસાફરી પણ કરી શકશો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version