News Continuous Bureau | Mumbai
શિવસેના(Shiv Sena) સામે એકનાથ શિંદેએ(Eknath Shinde) કરેલો બળવો આ કંઈ પહેલી વખત નથી. આ પહેલા પણ શિવસેનામાં ચાર વખત બળવા થઈ ચૂક્યા છે. જોકે આ વખતના બળવાને કારણે શિવસેના પર મહારાષ્ટ્રમાં સત્તા ખોઈ નાખવાની નોબત આવી છે.
એકનાથ શિંદેના બળવાની સાથે જ શિવસેના માટે આ ચોથો બળવો છે. બળવો કરનારા મોટાભાગના લોકોને શિવસેનાના હિંદુત્વ(Hindutva) સામે કોઈ વાંધો નહોતો. આ તમામ લોકોને ઉદ્ધવ સામે જ વાંધો રહ્યો છે.
રાષ્ટ્રવાદીના નેતા(Nationalist leader) અને મહાવિકાસ આઘાડીમાં પ્રધાન(Minister in Mahavikas Aghadi) રહેલા છગન ભુજબળ(Chhagan Bhujbal) ૧૯૯૧માં શિવસેનાના ફાયર બ્રાન્ડ(Fire brand) નેતા ગણાતા હતા. છગન ભુજબળે બળવો કરીને પક્ષ છોડતા ચકચાર જાગી હતી. મઝગાંવથી(Mazgaon) વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભુજબળે શિવસેનાના ૫૨ વિધાન સભ્યોમાંથી(MLA) ૧૭ સભ્યોનો ટેકો મેળવ્યો હતો અને તેઓએ શિવસેના(બી) પક્ષની સ્થાપના કરી હતી. ડિસેમ્બર ૧૯૯૧માં ભુજબળ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં(Congress) જોડાયા અને ત્યાર બાદ શરદ પવાર(Sharad Pawar) સાથે એનસીપીમાં(NCP) જોડાઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : ગુપ્તચર ખાતાનો ઉદ્ધવ ઠાકરેને ડીંગો-આટલા ધારાસભ્યો મહારાષ્ટ્ર બહાર જતા રહ્યાં અને કોઈએ મુખ્યમંત્રીને સમાચાર સુદ્ધા ન આપ્યા-આ અગાઉ શરદ પવારના ઘરે પણ હુમલો થયો હતો
હાલ ભાજપમાં(BJP) કેન્દ્રીય પ્રધાન(Union Minister) બની બેઠેલા નારાયણ રાણેની(Narayan Rane) એક્ઝિટ પણ શિવસેના માટે આંચકા સમાન હતી. શાખા પ્રમુખમાંથી મહારાષ્ટ્રના મંત્રીની સફર ખેડનાર નારાયણ રાણેએ પક્ષમાં ટિકિટો વેચાતી હોવાની જાહેરાત કરતા તેમને પક્ષમાંથી પાર્ટી વિરોધી પ્રવૃત્તિ માટે બાળ ઠાકરેએ(Bal Thackeray) ૨૦૦૫માં બરતરફ કર્યા હતા.
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેની નેતાગીરીને પડકારી હતી. રાણે લગભગ ૧૨ વિધાનસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે ૪૦ સભ્યોનો ટેકો મેળવીને શિવસેનામાં ભંગાણ પાડવાની તેમની યોજનાને શિવસેનાએ નિષ્ફળ બનાવી હતી.
શિવસેનાને જોકે સૌથી મોટો ફટકો ત્યારે પડયો જ્યારે બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ(Raj Thackeray) ૨૦૦૫માં પક્ષ સાથે છેડો ફાડયો. રાજ ઠાકરેને બાળ ઠાકરેના વારસદાર માનવામાં આવતા હતા. પરંતુ બાળ ઠાકરેએ ધીમે ધીમે ઉદ્ધવને આગળ કરતા તેમના પુત્ર પ્રેમ સામે ભત્રીજા રાજનું કંઈ ચાલ્યું નહોતું. છેવટે રાજ ઠાકરે બળવો કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની(MNS) સ્થાપના કરી.
રાજ ઠાકરેને મહારાષ્ટ્રમાં ગેમ ચેન્જર(Game changer) માનવામાં આવતા હતા. એ અલગ વાત છે કે શિવસેના સાથે છેડો ફાડયા બાદ તેઓ મહારાષ્ટ્રમાં જોઈએ એટલું પ્રભુત્વ જમાવી શક્યા નહોતા. રાજ ઠાકરેએ શિવસેનામાં આંતરિક લોકશાહીના(democracy) અભાવનું કારણ આપ્યું હતું. રાજ ઠાકરેએ પણ ઉદ્ધવ સાથે મતભેદ સર્જાતા રાજીનામું આપ્યું હતું. રાજે શિવસેના છોડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં માતોશ્રી(Matoshri) પાસેથી સન્માન માગ્યું હતું પણ મને તેની બદલે માત્ર અપમાન મળ્યા.
આ સમાચાર પણ વાંચો : અહીં વાંચો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધની ખરી કહાણી- ઉદ્ધવે અઢી વર્ષમાં એવું કર્યું કે એકનાથ શિંદે અકળાઈ ગયા
