પ્લાસ્ટિકની થેલી વાપરી છે તો યાદ રાખજો! આ તારીખથી લાગુ પડશે પ્રતિબંધ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પહેલી જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ આવી રહ્યો છે. પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અમેન્ડમેન્ટ રૂલ્સ 2021 મુજબ પહેલી જુલાઈ, 2022થી સિંગલ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રાજ્યમાં અનેક વખત સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેનો ચુસ્તપણે અમલ થયો નથી. તેથી પહેલી  જુલાઈ 2022 થી મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સિંગલ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રનું બજેટ 2022-23:  ઠાકરે સરકારના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે આટલા વાગ્યે બજેટ રજૂ કરશે. 

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે, જેમા હવે  સિંગલ પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિકના ઝંડા, ફુગ્ગાઓ, ઈઅર બર્ડ, આઈસ્ક્રીમ અને કેન્ડી માટે વપરાતી પ્લાસ્ટિકની લાકડીઓ અને સુશોભન માટે વપરાતા થર્મોકોલ્સનો સમાવેશ થાય છે. કપ, ચશ્મા, કટલરી, કાંટા, ચમચી, છરીઓ, ટ્રે, સ્વીટ બોક્સ, આમંત્રણ કાર્ડ અને સિગારેટના પેકેટો પર પ્લાસ્ટિક રૅપનો પણ તેમાં સમાવેશ થાય છે.આ પ્લાસ્ટિક ઉત્પાદનોની આયાત, સ્ટોક કરવો, વિતરણ, વેચાણ અથવા ઉપયોગ કરી શકાતો નથી.

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પહેલી જુલાઈથી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ વિભાગે 12 ઓગસ્ટ 2021ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ અંગે નોટિસ બહાર પાડી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment