News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ૩૦ મેના રોજ ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના વિકાસના કામો અને કલ્યાણકારી યોજનાઓને મતદારો સુધી લઈ જવા માટે મહા જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પક્ષના કાર્યકરોને આ અભિયાનને સફળ બનાવવા માટે પૂરા પ્રયાસો કરવા અપીલ કરી હતી. તેઓ પુણેમાં ભાજપની પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠકમાં બોલી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શિવ પ્રકાશ, રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે, રાષ્ટ્રીય સચિવ પંકજાતાઈ મુંડે, પાલક મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ, પુણે શહેર પ્રમુખ જગદીશ મુલિક, અને કેન્દ્રીય, તેમજ રાજ્ય મંત્રીમંડળમાંના અનેક મંત્રીઓ અને, રાજ્ય પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી.બાવનકુળેએ કહ્યું કે, મહાજનસંપર્ક અભિયાન દ્વારા પાર્ટી સંગઠન મારફત મોદી સરકારના અનેક વિકાસ કાર્યો સામાન્ય લોકો સુધી પહોંચાડવાના છે. તે માટે બૂથ પ્રમુખથી માંડીને પ્રદેશ હોદ્દેદારોએ આ અભિયાનમાં પૂરી તાકાતથી ભાગ લેવો જોઈએ. તેની સાથે કાર્યકારી સમિતિના સભ્યોએ પણ બુથ સશક્તિકરણ અભિયાન, લાભાર્થી સંપર્ક જેવા કાર્યક્રમો અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: મોદી સરકારના કેબિનેટમાં વધુ એક ફેરફાર, કિરણ રિજિજુ બાદ હવે આ મંત્રી પાસેથી પાછું ખેંચ્યું તેમનું પદ..
શ્રી.બાવનકુલેએ કહ્યું કે પાર્ટીની નવી પ્રદેશ કાર્યકારિણીની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. જિલ્લા અને મંડલ સ્તર સુધીની નિમણૂકો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તે સિવાય રાજ્યની તમામ લોકસભા, વિધાનસભા મતક્ષેત્રો માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. નવા હોદ્દેદારોએ પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમોને સફળતાપૂર્વક અમલમાં મૂકવાના છે.
તે પહેલા શ્રી.બાવનકુળે દ્વારા દીપ પ્રગટાવીને સભાની શરૂઆત થઈ.