મોદી સરકારના પૂરા થઈ રહ્યાં છે 9 વર્ષ, ભાજપ ચલાવશે આ ખાસ અભિયાન.. જાણો શું છે પ્લાન

ભાજપના મહાજનસંપર્ક અભિયાનને સફળ બનાવો- કાર્યકારી સમિતિની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની અપીલ

મોદી સરકારના પૂરા થઈ રહ્યાં છે 9 વર્ષ, ભાજપ ચલાવશે આ ખાસ અભિયાન.. જાણો શું છે પ્લાન

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ૩૦ મેના રોજ ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના વિકાસના કામો અને કલ્યાણકારી યોજનાઓને મતદારો સુધી લઈ જવા માટે મહા જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પક્ષના કાર્યકરોને આ અભિયાનને સફળ બનાવવા માટે પૂરા પ્રયાસો કરવા અપીલ કરી હતી. તેઓ પુણેમાં ભાજપની પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠકમાં બોલી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શિવ પ્રકાશ, રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે, રાષ્ટ્રીય સચિવ પંકજાતાઈ મુંડે, પાલક મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ, પુણે શહેર પ્રમુખ જગદીશ મુલિક, અને કેન્દ્રીય, તેમજ રાજ્ય મંત્રીમંડળમાંના અનેક મંત્રીઓ અને, રાજ્ય પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Join Our WhatsApp Community

મોદી સરકારના પૂરા થઈ રહ્યાં છે 9 વર્ષ, ભાજપ ચલાવશે આ ખાસ  અભિયાન.. જાણો શું છે પ્લાન
 

શ્રી.બાવનકુળેએ કહ્યું કે, મહાજનસંપર્ક અભિયાન દ્વારા પાર્ટી સંગઠન મારફત મોદી સરકારના અનેક વિકાસ કાર્યો સામાન્ય લોકો સુધી પહોંચાડવાના છે. તે માટે બૂથ પ્રમુખથી માંડીને પ્રદેશ હોદ્દેદારોએ આ અભિયાનમાં પૂરી તાકાતથી ભાગ લેવો જોઈએ. તેની સાથે કાર્યકારી સમિતિના સભ્યોએ પણ બુથ સશક્તિકરણ અભિયાન, લાભાર્થી સંપર્ક જેવા કાર્યક્રમો અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  મોદી સરકારના કેબિનેટમાં વધુ એક ફેરફાર, કિરણ રિજિજુ બાદ હવે આ મંત્રી પાસેથી પાછું ખેંચ્યું તેમનું પદ..

  શ્રી.બાવનકુલેએ કહ્યું કે પાર્ટીની નવી પ્રદેશ કાર્યકારિણીની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. જિલ્લા અને મંડલ સ્તર સુધીની નિમણૂકો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તે સિવાય રાજ્યની તમામ લોકસભા, વિધાનસભા મતક્ષેત્રો માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. નવા હોદ્દેદારોએ પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમોને સફળતાપૂર્વક અમલમાં મૂકવાના છે.

તે પહેલા શ્રી.બાવનકુળે દ્વારા દીપ પ્રગટાવીને સભાની શરૂઆત થઈ.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version