ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 7 એપ્રિલ 2021.
બુધવાર.
કોરોના મહામારીથી બચવા દેશના વિવિધ રાજ્યોના અધિકારીઓ પોતાના રાજ્યમાં હવે લોકડાઉન જાહેર કરી રહ્યા છે. છત્તીસગઢ ની રાજધાની રાયપુર માં દસ દિવસનું સંપૂર્ણ લોકડાઉન નો નિર્દેશ કરવામાં આવ્યો છે.
રાયપુર જિલ્લાના કલેકટર એસ ભારતીયદાસન એ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકડાઉન વિશે વિસ્તૃત ગાઈડ લાઈન આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,તારીખ 9 એપ્રિલ સાંજે ૬ વાગ્યાથી 19 એપ્રિલ સવારે છ વાગ્યા સુધી રાયપુર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે. આ લોકડાઉન દરમિયાન ઈમરજન્સી સેવાઓ જેવી કે હોસ્પિટલ,મેડિકલ સ્ટોર અને પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે. બાકી તમામ વ્યાપારીક ગતિવિધિઓ બંધ રહેશે.
રાયપુર જિલ્લાના અધિકારીઓ ના જણાવ્યા મુજબ,આ લોકડાઉનનુ ખૂબ જ કડક રીતે પાલન કરવામાં આવશે, કોઈપણ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
