ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
હાલ મુંબઈની મીડિયામાં એક પત્ર વિતરિત થયો છે. આ પત્ર કથીત પણે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહે લખ્યો છે.
ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમે આ પત્ર અંગે વાસ્તવિકતા ચકાસવા ગવર્નર ઓફિસનો સંપર્ક કર્યો હતો. જવાબમાં ગવર્નર ઓફિસે કહ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા તેમને એક પત્ર મળ્યો છે. પરંતુ જે પત્રની કોપી મીડિયામાં સર્ક્યુલેટ થઈ છે એ પત્ર જ ગવર્નર ઓફિસને મળ્યો છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી.
જે પત્ર મીડિયામાં સર્ક્યુલેટ થયો છે પત્રમાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને ખંડણી વસૂલવા માટે કહ્યું હતું. આ ઉપરાંત પોલીસ અધિકારીઓને અનૈતિક કામ કરવા માટેનું કહેવામાં આવ્યું હતું.
અંબાણી ધમકી કેસમાં કેન્દ્ર સરકાર ની મોટી કાર્યવાહી, હવે મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ આ એજન્સી કરશે.
આ પત્રમાં જે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે તેનાથી એક વાત તો નક્કી છે કે મહારાષ્ટ્ર રાજકારણમાં આવનાર દિવસ વધુ નાટયાત્મક હશે.