ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ગુજરાતમાં કોરોનાથી છેલ્લા બે મહિનાથી રાહતની સ્થિતિ છે પરંતુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના ના દૈનિક કેસોમાં વધારો થઇ રહ્યો છે.
આવી સ્થિતિમાં કેરળ, મહારાષ્ટ્ર થી આવનારા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ.
આ જ રીતે ગુજરાતમાંથી પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ કેરળ-મહારાષ્ટ્ર જવાની મંજૂરી આપવા અંગે વિચારણા થવી જોઇએ.
આવો અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કુલ સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર ૬૪.૩૭ લાખ સાથે મોખરે, કેરળ ૩૮.૮૩ લાખ સાથે બીજા અને કર્ણાટક ૨૯.૪૨ લાખ સાથે ત્રીજા જ્યારે ૮.૨૫ લાખ સાથે ૧૨માં સ્થાને છે.
