News Continuous Bureau | Mumbai
Gadchiroli Naxal : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળોને નક્સલીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે.એટલું જ નહીં પોલીસે તેમની પાસેથી ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.
Gadchiroli Naxal : અંધાધૂંધ ગોળીબાર નો આપ્યો જબડાતોડ જવાબ
મીડિયા રિપોર્ટ મુજબ સવારે બાતમી માહિતી મળી હતી કે પેરીમીલી દલમના કેટલાક સભ્યો વર્તમાન TCOC સમયગાળા દરમિયાન વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઉદ્દેશ્યથી ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામ નજીકના જંગલ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે. એટલે ગઢચિરોલી પોલીસની વિશેષ લડાયક શાખા C-60 કમાન્ડોની બે ટુકડીઓને તુરંત જ વિસ્તારની શોધખોળ માટે મોકલવામાં આવી હતી જ્યારે ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેનો C60 ટીમોએ જબડાતોડ જવાબ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શું રાહુલ ગાંધી બંધાશે લગ્નના બંધનમાં ? રાયબરેલીની સભામાં મંચથી કર્યું આ મોટું એલાન; જુઓ વિડિયો
Gadchiroli Naxal : ઘટના સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો મળી આવ્યા
ગોળીબાર બંધ થયા બાદ વિસ્તારની શોધખોળ કરવામાં આવી હતી અને એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.આ ઉપરાંત ફાયરિંગ સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો – 1 AK47, 1 કાર્બાઇન અને 1 INSAS, નક્સલવાદી સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે. મૃતદેહો મુખ્યત્વે ડીવીસીએમ વાસુ, પેરીમીલી દલમના પ્રભારી અને કમાન્ડરના છે. અન્ય સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વધુ સર્ચ અને નક્સલ વિરોધી ઓપરેશન ચાલુ છે.
ઉલેખનીય છે કે પોલીસે નક્સલવાદીઓ વિરુદ્ધ સઘન અભિયાન શરૂ કર્યું છે. ગયા મહિને પણ રાજ્ય પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં 36 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.