Site icon

Gadchiroli Naxal : ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 3 ઠાર; મોટી માત્રામાં સંદિગ્ધ વસ્તુઓ મળી

Gadchiroli Naxal : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સોમવારે સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી અને ત્રણ નક્સલીઓને ઠાર કર્યા. મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સોમવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલાઓ સહિત ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

Gadchiroli Naxal 3 Naxalites killed in encounter with police in Maharashtra's Gadchiroli

Gadchiroli Naxal 3 Naxalites killed in encounter with police in Maharashtra's Gadchiroli

News Continuous Bureau | Mumbai

Gadchiroli Naxal : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળોને નક્સલીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. અહીં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે.એટલું જ નહીં પોલીસે તેમની પાસેથી ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.

Join Our WhatsApp Community

Gadchiroli Naxal : અંધાધૂંધ ગોળીબાર નો આપ્યો  જબડાતોડ જવાબ

મીડિયા રિપોર્ટ મુજબ સવારે બાતમી માહિતી મળી હતી કે પેરીમીલી દલમના કેટલાક સભ્યો વર્તમાન TCOC સમયગાળા દરમિયાન વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઉદ્દેશ્યથી ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામ નજીકના જંગલ વિસ્તારમાં પડાવ નાખી રહ્યા છે. એટલે ગઢચિરોલી પોલીસની વિશેષ લડાયક શાખા C-60 કમાન્ડોની બે ટુકડીઓને તુરંત જ વિસ્તારની શોધખોળ માટે મોકલવામાં આવી હતી જ્યારે ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો  જેનો C60 ટીમોએ જબડાતોડ જવાબ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શું રાહુલ ગાંધી બંધાશે લગ્નના બંધનમાં ? રાયબરેલીની સભામાં મંચથી કર્યું આ મોટું એલાન; જુઓ વિડિયો

Gadchiroli Naxal : ઘટના સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો મળી આવ્યા

ગોળીબાર બંધ થયા બાદ વિસ્તારની શોધખોળ કરવામાં આવી હતી અને એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.આ ઉપરાંત ફાયરિંગ સ્થળ પરથી ત્રણ ઓટોમેટિક હથિયારો – 1 AK47, 1 કાર્બાઇન અને 1 INSAS, નક્સલવાદી સાહિત્ય અને વસ્તુઓ પણ મળી આવી છે. મૃતદેહો મુખ્યત્વે ડીવીસીએમ વાસુ, પેરીમીલી દલમના પ્રભારી અને કમાન્ડરના છે. અન્ય સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં વધુ સર્ચ અને નક્સલ વિરોધી ઓપરેશન ચાલુ છે.

ઉલેખનીય છે કે પોલીસે નક્સલવાદીઓ વિરુદ્ધ સઘન અભિયાન શરૂ કર્યું છે. ગયા મહિને પણ રાજ્ય પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટરમાં 36 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version