News Continuous Bureau | Mumbai
મોરબી પૂલ હોનારતમાં(Morbi Pool Accident) ગુનાહિત બેદરકારી (Criminal negligence) દાખવનાર ઓરેવા કંપનીના માલિક(Owner of oreva company), ઓરેવા કંપનીના પૂલ સુપરવાઈઝર,અને ચીફ ઓફિસર, નગરપાલિકા મોરબી સામે ગુન્હો નોંધવા માટે માનવઅધિકાર આયોગ(Human Rights Commission), ગાંધીનગરમાં(Gandhinagar) જ્ઞાતિ નિર્મૂલન સમિતિ(Caste Elimination Committee) દ્વારા પિટિશન ફાઈલ(Petition filed) કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય
ઉપરોક્ત બનાવમાં માંગણીઓ :
ઓરેવા ગ્રુપ દ્વારા પૂલના રીનોવેશન બાબતની કામગીરીની તપાસ કરવામાં આવે.બ્રિજમાં જે લોકોએ કામ કર્યું છે, ત્યાં કયાં પ્રકારનું મટીરીયલ યુઝ કર્યું, એ બધા પ્રકારના રિપોર્ટ, લેબ રિપોર્ટ , સ્ટ્રેન્થ મટીરીયલ એ બધી માહિતીનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે.
૧૭૭ માનવ જિંદગીઓનો ભોગ લેનાર આ ગંભીર અને કોગ્નીઝેબલ પ્રકારના આ બનાવમાં જવાબદારો સામે Cr.P.C.-૧૯૭૩ ની કલમ-૧૫૪ અન્વયે ઈ.પી.કો.કલમ- ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ તાત્કાલિક એફ.આઈ.આર નોંધી આ બનાવના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે .
ગંભીર અને કોગ્નીઝેબલ પ્રકારના આ બનાવના મૃતક પરિવારને ઓરેવા કંપની દ્વારા પ્રત્યેક ને રૂ.૫૦ લાખ નું આર્થિક વળતર ચૂકવવામાં આવે.