Express Train: ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ અને પોરબંદર-મુજફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે

Express Train: પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર મંડળ પર કુમારબાગ-ચનપટિયા સ્ટેશનો વચ્ચે નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ અને પોરબંદર-મુજફ્ફરપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે

by Hiral Meria
Gandhidham-Bhagalpur Special and Porbandar-Muzaffarpur Express trains will run on altered routes

News Continuous Bureau | Mumbai 

Express Train: પૂર્વ મધ્ય રેલવેના ( East Central Railway ) સમસ્તીપુર મંડળ પર કુમારબાગ-ચનપટિયા સ્ટેશનો વચ્ચે નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ અને પોરબંદર-મુજફ્ફરપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે.

Express Train: જેની વિગતો આ પ્રમાણે છે :  

  •   7 અને 14 જૂન 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ ( Gandhidham-Bhagalpur Weekly Special Train ) પોતાના નિર્ધારિત માર્ગ નરકટિયાગંજ-બાપૂધામ મોતિહારી-મુજફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુજફ્ફરપુરના માર્ગે ચાલશે.
  • 13 જૂન 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન ( Porbandar-Muzaffarpur express Train ) નંબર 19269 પોરબંદર-મુજફ્ફરપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ નરકટિયાગંજ-બાપૂધામ મોતિહારી-મુજફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુજફ્ફરપુરના માર્ગે ચાલશે.

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ બેશ માં કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે રોમેન્ટિક થઇ જ્હાન્વી કપૂર, ઇટાલી માં બધા ની વચ્ચે કર્યું આ કામ,જુઓ વિડીયો

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More