Site icon

Gujarat Rain: ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે આવ્યું , વાલોડની વાલ્મિકિ નદીના બેટ પરથી આટલા ગોવાળોનું કરાયુ રેસ્ક્યુ.

Gujarat Rain: વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ

Gandhinagar Coast Guard's helicopter came to the aid of Tapi district, rescuing so many cowherds from the banks of Valmiki river in Valod.

Gandhinagar Coast Guard's helicopter came to the aid of Tapi district, rescuing so many cowherds from the banks of Valmiki river in Valod.

News Continuous Bureau | Mumbai   

Gujarat Rain: તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના ( Tapi Valmiki River ) બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫  ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યું ( Rescue Operation ) કરવામાં આવ્યા હતા. જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા ૨ ગોવાળો (૧) અરવિંદ ભાઇ હળપતિ (૨)રાજુભાઇ નઇકા નદીના પાણીથી ઘેરાય જતા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,NDRF,SDRFની  ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા. 

Join Our WhatsApp Community

આ સામયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરને ( Disaster Control Room Gandhinagar ) જાણ કરી સમગ્ર પરિસ્થિતીથી વાકેફ કરતા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આવી પહોચ્યું હતું.જ્યાં તેમના દ્વારા  નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને ( Cowherds ) સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.તમામ પરિસ્થિતિથી ભયબીત બનેલા બન્ને ગોવાળોએ ડિઝાસ્ટ ટીમ તાપી સહિત કોસ્ટ ગાર્ડના જવાનોનો આભાર વ્યકત કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : DLSS Surat: સુરતમાં DLSS એકેડેમીમાં પ્રવેશ મેળવવા અન્ડર-૧૫ વયજૂથના ખેલાડીઓ માટે આ તારીખે યોજાશે ‘હાઈટહન્ટ.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Mira Bhayander: મધરાતે આવ્યો વણનોતર્યો મહેમાન! મીરા-ભાઈંદરની સોસાયટીમાં દીપડાની એન્ટ્રી, 3 લોકો પર હુમલો કરતા રહેવાસીઓ ઘરમાં કેદ.
BMC Elections 2026: મુંબઈ ભાજપ એક્શન મોડમાં! BMC કબજે કરવા 20 સભ્યોની જંગી ટીમની જાહેરાત, જાણો કયા કયા દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Exit mobile version