Site icon

Gandhinagar : ગુજરાતમાં પડતર કેસોના નિકાલ માટે કરાશે ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન, ઝડપથી નિકાલ માટે કરાશે પ્રયાસ

Gandhinagar : પડતર કેસોના ઝડપી નિકાલ માટે IILMS (INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM) નો અસરકારક ઉપયોગ કરાશે – પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સરકારમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે ૧૫ દિવસમાં મેપીંગ કરવા મંત્રીશ્રી ઋષિકેશ પટેલની તમામ નોડલ અધિકારીઓને તાકીદ

News Continuous Bureau | Mumbai

Gandhinagar : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ વિવિધ ચર્ચા સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, નામદાર હાઇકોર્ટમાં(Namdar High Court) સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે.
હાઇકોર્ટમાં રાજ્ય સરકાર(State govt) ના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS(INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM)ની ઉપયોગીતાને અસરકારક બનાવવામા આવશે.
રાજ્યના પ્રવક્તા અને કાયદા વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યુ કે, ગઇકાલે રાજ્ય સરકારના તમામ વિભાગઓ અને નોડલ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આ વિષય સંદર્ભે બેઠક પણ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં દરેક વિભાગના નોડલ અધિકારીની નિમણૂક તથા IILMS માં એકાઉન્ટ કાર્યરત કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી જેના માટે દરેક નોડલ અધિકારીઓને IILMS ની ઉપયોગીતા માટે પુન: તાલીમ પણ આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mumbai: લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવે આજે આ સ્ટેશનોની વચ્ચે નાઈટ બ્લોકનું સંચાલન કરશે. ટ્રેનો થશે રદ્દ

તમામ કોર્ટ કરશે કેસોનું મેપીંગ

આ સિસ્ટમાં દરેક વિભાગોએ તેમના વિભાગના તમામ કોર્ટ કેસોનું મેપીંગ કરવાનું રહેશે. તેમજ તેઓએ તાબાની તમામ કચેરીઓની વિગતો પણ કાયદા વિભાગને પૂરી કરવાની રહેશે. મંત્રીશ્રીએ આ સંદર્ભમાં હાલ પડતર કેસોને મહત્તમ 15 દિવસમાં મેપીંગ કરવા માટેની સૂચના પણ આપી હતી.

નોડલ અધિદારીઓને તાકીદ

કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ બેઠકમાં કાયદા વિભાગ દ્વારા જે કેસોમાં નામદાર સુપ્રિમ કોર્ટમાં એસ.એલ.પી. ફાઇલ કરવા સૂચના આપી તેવા કેસોમાં એસ.એલ.પી. ફાઇલ કરવાની બાકી હોય તેવા કેસોની માહિતી કાયદા વિભાગને સત્વરે પૂરી પાડવા તમામ વિભાગના નોડલ અધિદારીઓને તાકીદ પણ કરી હતી.
સરકારી કચેરીના લાયઝન ઓફિસર દ્વારા વિભાગ પાસે માંગવામાં આવતી તમામ માહિતી IILMS સિસ્ટમ દ્વારા જ પૂરી પાડવામાં આવે તેવી તાકીદ પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Surat : સારો વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ, સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો…

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version