News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે હારેલી કોંગ્રેસ પાર્ટીમાં હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે.
હવે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અંગે નિવેદન આપ્યું છે.
કપિલ સિબ્બલે કહ્યું છે કે, ગાંધી પરિવાર પદ છોડી દે અને બીજા નેતાને મોકો આપે.
સાથે તેમણે પાર્ટીના નેતૃત્વ પર નિશાનો લગાવ્યો હતો અને કહ્યું કે, જો તેમને ચૂંટણીઓમાં મળેલી હારનાં કારણોની જાણકારી નથી તો તેઓ હજી કલ્પનાલોકમાં જીવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેમણે આ વાત એક સમાચાર પત્રને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી હતી.
આ સમાચાર પણ વાંચો :આખરે હિજાબ પ્રકરણ પર પડદો પડ્યો. કર્ણાટક હાઈકોર્ટે આપ્યો આ ઐતિહાસીક ચુકાદો.. જાણો વિગતે….
