News Continuous Bureau | Mumbai
Ganesh Visarjan 2024: હાલ દેશભરમાં ગણેશોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. જો કે કેટલીક જગ્યાએ દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ અને સાત દિવસ સુધી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ પૂજા પછી ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ સાથે ગણપતિ બાપ્પાનું પાંચ દિવસીય વિસર્જન પૂર્ણ થયું છે. બેંગલુરુમાં ગણપતિ બાપ્પાના પાંચ દિવસના વિસર્જન દરમિયાન એક અલગ ઘટના બની. ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન અંદાજે 4 લાખની કિંમતની 60 ગ્રામ સોનાની ચેઈન સાથે ગણપતિ બાપ્પાને વિસર્જન કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Ganesh Visarjan 2024: સોનાની ચેઈન કાઢવાનું ભૂલી ગયો પરિવાર
મળતી માહિતી મુજબ, આ ઘટના બેંગલુરુના વિજયનગરના દસરહલ્લી વિસ્તારમાં બની હતી. અહીંના એક પરિવારે તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી. પરિવારે મૂર્તિને પુષ્પો અને આભૂષણોથી શણગારી હતી. સાથે 60 ગ્રામની સોનાની ચેઈન પણ પહેરાવવામાં આવી હતી, જેની કિંમત 4 લાખ રૂપિયા હતી.
આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપ્પા સામાન્ય ભક્તો માટે ‘VIP’ બન્યા, ‘લાલબાગચા રાજા’ના દરબારમાં આમ જનતા સાથે ભેદભાવનો વીડિયો આવ્યો સામે
જોકે વિસર્જન સમયે તેઓ સોનાની ચેઈન કાઢવાનું ભૂલી ગયા હતા અને ચેઈન સાથે જ મૂર્તિનું વિસર્જન કરી દીધું. બાદમાં તેમને યાદ આવતાં ચેઈન ની શોધ શરૂ કરી હતી. પરિવાર ચેનની શોધમાં ભગવાન ગણેશનું વિસર્જન કરતી જગ્યાએ પહોંચી ગયો હતો. જોકે, સંબંધિત કોન્ટ્રાક્ટરે પાણી કાઢવાનો કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો. આ પછી, પ્રશાસનની મદદથી ચેઈન ની તપાસ શરૂ થઈ.
Ganesh Visarjan 2024: 10 હજાર લીટર પાણી કાઢવામાં આવ્યું
પરિવાર લગભગ 10 કલાક સુધી ચેઈન શોધતો રહ્યો. આ શોધ માટે 10 હજાર લીટર પાણી કાઢવામાં આવ્યું હતું. આ માટે કોન્ટ્રાક્ટરે તેના પુત્રોને કામે લગાડીને ચેઈન શોધી કાઢી હતી અને બેંગલુરુના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.