News Continuous Bureau | Mumbai
Gang war: કર્ણાટકમાંથી ગેંગ વોરની એક ઘટના સામે આવી છે, જે કોઈ ફિલ્મી સીનથી ઓછી નથી. વિડિયો જોયા પછી તમારા રુંવાટા ઉભા થઇ જશે. એવું લાગશે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ કોઈ શૂટિંગ નહીં પણ ગેંગ વોરનો વીડિયો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કર્ણાટકમાં બે જૂથો વચ્ચે ગેંગ વોર ચાલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામેથી એક કાર આવે છે અને ત્યાં હાજર અન્ય કારને ટક્કર મારે છે. આ પછી, બદમાશો બંને કારમાંથી બહાર આવે છે અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ ઘટના કર્ણાટકના ઉડુપીની છે.
Gang war : જુઓ વિડિયો
This is not shooting of any movie,
That’s a real Gang War in Karnataka.
That’s Congress Govt’s achievements.
Horrible!!pic.twitter.com/BIMpQpHNVb
— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 25, 2024
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 18 મેની રાત્રે બની હતી. આ ઘટનામાં કારની ટક્કરથી એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. વીડિયોની નોંધ લેતા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર હજુ ફરાર છે. પોલીસ તેમની શોધમાં લાગેલી છે.
આ સમાચાર પણ વાંચો:
Gang war : સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું
કર્ણાટક બીજેપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો શેર કરીને સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે. આ પોસ્ટમાં બીજેપીએ લખ્યું છે કે, “કર્ણાટક મોડલ! ગેંગ વોર, છોકરીઓ પર બળાત્કાર, મારપીટ, હત્યા, બોમ્બ બ્લાસ્ટ, ગાંજા, અફીણ, રેવ પાર્ટીઓ, પાકિસ્તાન ઝિંદાબાદના નારા વગેરે.
ભાજપે વધુમાં કહ્યું કે, સરકારે આતંકવાદીઓ, કટ્ટરપંથીઓ, ગુંડાઓ અને બદમાશોને મુક્તિ આપી તેનું પરિણામ એ છે કે આજે અરાજકતાનું વાતાવરણ છે. પોલીસને કઠપૂતળી બનાવવામાં આવી રહી છે. આ કર્ણાટક મોડેલ છે જે કોંગ્રેસ દેશને બતાવી રહી છે.