Site icon

Gang war: કર્ણાટક માં ફિલ્મી સ્ટાઈલમાં રસ્તાની વચ્ચે ગેંગ વોર, અડધી રાત્રે બદમાશોએ રોડ પર મચાવ્યો ઉત્પાત; જુઓ વિડિયો ..

Gang war: કર્ણાટક ના દરિયાકાંઠાના શહેર ઉડુપીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે જૂથો વચ્ચે ભીષણ કાર યુદ્ધ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં એમાં યુવકો એકબીજા પર ઈંટ, પથ્થરો અને હથિયારોથી હુમલો કરતા પણ જોવા મળે છે.

Gang war Man injured after brawl between two groups in Udupi

Gang war Man injured after brawl between two groups in Udupi

 News Continuous Bureau | Mumbai 

Gang war: કર્ણાટકમાંથી ગેંગ વોરની એક ઘટના સામે આવી છે, જે કોઈ ફિલ્મી સીનથી ઓછી નથી. વિડિયો જોયા પછી તમારા રુંવાટા ઉભા થઇ જશે. એવું લાગશે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ કોઈ શૂટિંગ નહીં પણ ગેંગ વોરનો વીડિયો છે.

Join Our WhatsApp Community

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કર્ણાટકમાં બે જૂથો વચ્ચે ગેંગ વોર ચાલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામેથી એક કાર આવે છે અને ત્યાં હાજર અન્ય કારને ટક્કર મારે છે. આ પછી, બદમાશો બંને કારમાંથી બહાર આવે છે અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ ઘટના કર્ણાટકના ઉડુપીની છે.

Gang war : જુઓ વિડિયો  

 

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 18 મેની રાત્રે બની હતી. આ ઘટનામાં કારની ટક્કરથી એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. વીડિયોની નોંધ લેતા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર હજુ ફરાર છે. પોલીસ તેમની શોધમાં લાગેલી છે.

આ સમાચાર પણ વાંચો: 

Gang war : સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું 

કર્ણાટક બીજેપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો શેર કરીને સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે. આ પોસ્ટમાં બીજેપીએ લખ્યું છે કે, “કર્ણાટક મોડલ! ગેંગ વોર, છોકરીઓ પર બળાત્કાર, મારપીટ, હત્યા, બોમ્બ બ્લાસ્ટ, ગાંજા, અફીણ, રેવ પાર્ટીઓ, પાકિસ્તાન ઝિંદાબાદના નારા વગેરે.  

ભાજપે વધુમાં કહ્યું કે, સરકારે આતંકવાદીઓ, કટ્ટરપંથીઓ, ગુંડાઓ અને બદમાશોને મુક્તિ આપી તેનું પરિણામ એ છે કે આજે અરાજકતાનું વાતાવરણ છે. પોલીસને કઠપૂતળી બનાવવામાં આવી રહી છે. આ કર્ણાટક મોડેલ છે જે કોંગ્રેસ દેશને બતાવી રહી છે. 

 

 

 

Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Amit Thackeray: મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા પર અમિત ઠાકરે લાલઘૂમ! મનસે નેતાની હત્યા મુદ્દે મુખ્યમંત્રીને ઘેર્યા, પત્રમાં ઠાલવ્યો આક્રોશ
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Exit mobile version