News Continuous Bureau | Mumbai
Gaurikund Landslide: ઉત્તરાખંડમાં(uttarakhand) ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રૂદ્રપ્રયાગમાં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે. બુધવારે સવારે ગૌરીકુંડ(Gaurikund)માં ફરી એકવાર ભૂસ્ખલન થયું છે અને તેમાં બે બાળકો(Children)ના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ ભૂસ્ખલનની ચપેટમાં નેપાળી મૂળના ત્રણ બાળકો આવી ગયા, જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના તબીબોએ બે બાળકોને મૃત(dead) જાહેર કર્યા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે.
ત્રણ બાળકો ભૂસ્ખલનની ચપેટમાં
રૂદ્રપ્રયાગ(rudraprayag) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે માહિતી આપી હતી કે બુધવારે સવારે ગૌરીકુંડના ગૌરી ગામમાં ભૂસ્ખલન થયું હતું. નેપાળી મૂળના ત્રણ બાળકો ભૂસ્ખલનની ચપેટમાં દટાયા હતા. સ્થાનિક પોલીસ, NDRF અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેય બાળકોને ગૌરીકુંડ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબે બે બાળકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે એક બાળકને સારવાર આપવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈગરાઓ માટે સારા સમાચાર, 10 ટકા પાણી કાપ આખરે રદ, જાણો જળાશયોની સ્થિતિ..
3 ઓગસ્ટે પણ થયું હતું ભૂસ્ખલન
નોંધપાત્ર રીતે, 3 ઓગસ્ટના રોજ, કેદારનાથ યાત્રાના માર્ગ પર એક મહત્વપૂર્ણ સ્ટોપ ગૌરીકુંડ ખાતે ભૂસ્ખલન થયું હતું. 3 ઓગસ્ટની રાત્રે, ભારે મુશળધાર વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગુમ થયા હતા. આ ભૂસ્ખલનમાં ગુમ થયેલા 20 લોકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.