ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
ગુજરાતમાં એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની જાહેરમાં લાગતી લારીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે.
રાજકોટ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહીં લગાવવા અંગેનો નિર્ણય લીધો છે.
શહેરમાં આજથી રોડ પર ઉભી રહેતી નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ હાથ ધરાશે.
સાથે જ દુકાનોમાં જે રીતે મટન લટકતા હોય છે તેને પણ હવે તે સ્થિતિમાં રાખી નહીં શકાય. મટનને પેકિંગમાં જ રાખવા પડશે.
મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની સોમવારે યોજાયેલી બેઠકમાં ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.