વરસાદી મોસમમાં લટાર મારવા બહાર નીકળ્યો મગર-આ નદીના કિનારે જોવા મળ્યો ૧૦ ફૂટ લાંબો મગર- ગ્રામજનોમાં ફફડાટ

News Continuous Bureau | Mumbai

વડોદરા(Vadodara) પંથકમાં વહેતી નદીઓના પ્રવાહમાં(River Flow) મગર રહેતા હોવાની ઘટના ઘણી વાર સામે આવી છે. જિલ્લામાં વહેતી નર્મદાના(Narmada River) પાણીમાં મગર છે જ. જે ભારે વરસાદ(heavy rain) અને પૂર જેવી સ્થિતિમાં વડોદરાના આરે-ઓવારે પણ જોવા મળ્યા છે. ત્યારે બોડેલી તાલુકાના (Bodelli taluka) તાડકાછલા પાસે મહાકાય મગર (giant crocodile) નદીના પાણીમાંથી બહાર નીકળીને ફરતો જોવા મળ્યો હતો. ત્યારે મગર જોવા માટે દૂર સુધી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગ્રામજનો દ્વારા વન વિભાગને(Forest Department) જાણ કરવામાં પણ આવી હતી. જોકે મગર તેઓના આવતા પહેલા પાણીમાં જતો રહ્યો હતો જેને પગલે રેસ્ક્યુ હાથ ધરી શકાય ન હતુ. 

આ સમાચાર પણ વાંચો : બિલકિસ બાનો માટે ન્યાયની માંગ- વિરોધી પક્ષના આ નેતાઓએ ભાજપ પર સાધ્યું નિશાન-કહી આ વાત

સ્થાનિકોના જણાવ્યાનુસાર મગર નદીમાંથી બહાર નીકળીને થોડા ટાઈમ પછી પાછો નદીના પાણીમાં જતો રહ્યો હતો. ત્યારે આજુબાજુ વિસ્તારના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જ્યાં મગર નીકળ્યો હતો ત્યાં રેતીની લીઝ પણ આવેલી છે અંદાજિત ૧૦ ફુટ લાંબો મગર રેતીની લીઝના ખાડામાં(sand lease pit) અંદર ઘૂસી ગયો છે. આ મગર ગમે ત્યારે બહાર નીકળીને કોઈને નુકસાન પહોંચાડે એ પહેલા એને વન વિભાગ દ્વારા પકડવામાં આવે તેવી અપીલ ગ્રામજનો દ્વારા કરાઈ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *