News Continuous Bureau | Mumbai
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાલી ગામ નજીક ચાલી રહેલી એક્સપ્રેસ હાઇવેને સાઈટ પરની કામગીરી દરમ્યાન વધુ એક અજગર જોવા મળ્યો હતો. અજગર મળી આવ્યાની ઘટનાની જાણ એનિમલ વેલ્ફેર ટીમના સભ્યોને કરતા તેઓ પાલી ગામે આવીને 8 ફૂટ લંબાઈ તેમજ 14 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું.

પાલી ગામની એકસપ્રેસ કામગીરી ચાલતી સાઈટ પરથી અજગર દેખાતા કુતૂહલવશ ગ્રામજનો સ્થળે જોવા મળ્યા હતા. મહત્વનું છે કે 15 દિવસ પહેલા પણ પાલી ગામના આ જ સ્થળ પરથી અજગર મળી આવ્યો હતો. જ્યારે અજગર મળી આવ્યાની આ બીજી ઘટના છે. પાલી ગામે જઈને કામરેજ રેન્જ ફોરેસ્ટ પંકજ ચૌધરીની ટીમ દ્વારા અજગરનો કબ્જો મેળવી તેને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : શું બદલાઈ જશે ભારતીય ક્રિકેટનું ફોર્મેટ? ભારતમાં રમાનારો 50 ઓવરનો વર્લ્ડકપ છેલ્લો હશે? ચર્ચાનું બજાર ગરમ.. જાણો શું છે હકીકત..