ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
25 નવેમ્બર 2020
મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપના નેતાઓ વચ્ચેની તુંતુંમૈંમૈં જગ જાહેર છે. એવા સમયે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ફરિયાદના સુરમાં કહ્યું કે, ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર માં સહકાર આપવાના બદલે કોરોના સંકટમાં બેજવાબદાર રીતે વર્તે છે તેમને પણ 'ઈંજેક્શન' આપો.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કોવિડ19 ને લઈ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક મળી હતી. તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ફરી કોરોનાની લહેર આવી રહી છે. આવી સ્થિતિમાં, અમે કેન્દ્રની સૂચનાઓ અનુસાર નિયમોનું પાલન કરી રહ્યા છીએ. એક તરફ અમે સલામત અંતરની અપીલ કરી રહ્યા છીએ, કોરોનાને રોકવા માસ્ક ન પહેરનારા પાસે દંડ વસૂલી રહયાં છીએ તેવા સમયે કેટલાક રાજકીય પક્ષો રસ્તાઓ પર ઉતરીને રાજકારણ કરી રહ્યા છે, જેને કારણે આપણા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે અને કોરોનાની લહેરને આમંત્રણ આપવા જેવું થશે. એમ પણ ઠાકરેએ કહ્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રસીકરણ માટેની રાજ્યની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. કહ્યું, કોરોના રસી વિશે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે સતત વાત કરી રહ્યા છીએ. જોકે, રસીની ઉપલબ્ધતા, રસીઓની સંખ્યા, રસીના આડઅસરો, રસીના પ્રભાવ, રસીઓની કિંમત અને તેના વિતરણને ધ્યાનમાં લેવા માટે ખાસ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે..
અહીં નોંધનીય વાત એ છે કે, મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કોવિડ રસીને અસરકારક રીતે તૈયાર કરવા અને તેનું વિતરણ કરવા, તેની ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ટાસ્ક ફોર્સમાં નાણાં, આયોજન વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ, જાહેર આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ, તબીબી શિક્ષણ વિભાગના સચિવ, આરોગ્ય સેવાઓના કમિશનર, તબીબી શિક્ષણ નિયામક ડો. તેમજ જે.જે. અને કે.ઈ.એમ હોસ્પિટલના નિવારક અને સામાજિક દવા વિભાગના મુખ્ય સભ્યો હશે.