News Continuous Bureau | Mumbai
GN Saibaba: માઓવાદીઓ લિંક્સ કેસમાં બોમ્બે હાઇકોર્ટ ( Bombay High Court ) દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા દિલ્હી યુનિવર્સિટી ( ડીયુ ) ના ભૂતપૂર્વ પ્રોફેસર જી. એન. સાંઈબાબાને ગુરુવારે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત ( acquitted ) કરવામાં આવ્યા હતા. કોર્ટે મંગળવારે સાંઈબાબાને નિર્દોષ જાહેર કર્યા હતા. કથિત માઓવાદી ( Maoist ) સંબંધોના કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાની ગૌણ અદાલત દ્વારા દોષિત ઠેરવ્યા બાદ 2017 થી જી. એન.સાંઈબાબા અહીં જેલમાં ( Nagpur Central Jail ) હતા. આ પહેલા તે 2014 થી 2016 સુધી આ જેલમાં હતા અને બાદમાં તેને જામીન મળી ગયા હતા. શારીરિક વિકલાંગતાને કારણે વ્હીલચેરનો ઉપયોગ કરતા સાંઈબાબાએ જેલમાંથી બહાર આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, મારી તબિયત ખૂબ જ ખરાબ છે. હું વાત કરી શકતો નથી. મારે પહેલા સારવાર કરાવવી પડશે અને પછી જ હું વાત કરી શકીશ.
#WATCH | Former Delhi University professor GN Saibaba released from Nagpur Central Jail.
On 5th March, GN Saibaba, Hem Mishra, Mahesh Tirkey, Vijay Tirkey, Narayan Sanglikar, Prashant Rahi and Pandu Narote (deceased) were acquitted by the Nagpur Bench of Bombay High Court in a… pic.twitter.com/AuxWE4R7ql
— ANI (@ANI) March 7, 2024
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે મંગળવારે સાઈબાબાની દોષિતતાને રદ કરી હતી..
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે મંગળવારે સાઈબાબાની દોષિતતાને રદ કરી હતી, એમ કહીને કે ફરિયાદ પક્ષ તેમની સામેના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. કોર્ટે 54 વર્ષીય સાઈબાબાને આપવામાં આવેલી આજીવન કેદની સજા રદ કરી હતી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ ( UAPA ) હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરીને “અમાન્ય” ગણાવી હતી. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આરોપીઓ પાસેથી અમુક પેમ્ફલેટ અને ઈલેક્ટ્રોનિક ડેટા જપ્ત કરવાથી માત્ર એ જ દેખાય છે કે તેઓ માઓવાદી ફિલસૂફી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.
આ સમાચાર પણ વાંચો : Bullet Train Deal: ભારત જાપાન પાસેથી 6 બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહ્યું છે, આ મહિને થશે ડીલ ફાઈનલ.
નોંધનીય છે કે, માર્ચ 2017 માં, ગઢચિરોલીની એક સેશન્સ કોર્ટે સાઈબાબા અને અન્ય પાંચને, જેમાં એક પત્રકાર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, કથિત માઓવાદી લિંક્સ અને દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)