News Continuous Bureau | Mumbai
સૌ કોઈ જાણે છે કે પાર્ટી માટે ભારતનું ગોવા(Goa) સૌથી પ્રખ્યાત શહેર છે. પરંતુ હાલ ગોવામાં પાર્ટીનું આયોજન કરનારાઓ માટે મહત્વના સમાચાર છે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ રાજ્યના પ્રવાસન વિભાગે(Tourism Department) ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવવા પર અને ખુલ્લામાં દારૂ પીવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ નિયમો તોડવા પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું પણ કહેવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગે આ આદેશ ગોવાની પ્રવાસન ક્ષમતાને બગડતી બચાવવા માટે જારી કર્યો છે.
પ્રવાસન વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 'ખુલ્લી જગ્યાએ ખોરાક બનાવવો, કચરો ફેલાવવો, ખુલ્લામાં દારૂ પીવો, બોટલો તોડવી વગેરે પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી ગતિવિધિઓ જે પ્રવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે અને વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરતી આવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે જ સતાવાર સ્થળો સિવાય અન્ય સ્થળો પર પ્રવાસન પ્રવૃત્તિઓ(tourism activities) માટે ટિકિટના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. નિયમોનું પાલન ન કરવા પર 5 હજાર રૂપિયા સુધીનું દંડ વસૂલવામાં આવશે અને વારંવાર નિયમ તોડવા પર 50 હજાર સુધીનો દંડ વસૂલી શકાય છે. આ સાથે જ IPC ની ધારા 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: ન્યાયનો દિવસ- જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પણ ગોવા ટૂરિસ્ટ પ્લેસમાં સુધારાને ગોવા વિધાનસભામાં મંજૂરી આપી હતી અને તેમાં ફરવા લાયક જાહેર સ્થળો પર દારૂ પીવા, ખુલ્લામાં ખોરાક રાંધવા કે બોટલો તોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.