Goa BJP Conflict: ગોવા ભાજપમાં આંતરિક વિખવાદ? આ ધારાસભ્યએ પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કહ્યા ભ્રષ્ટ, લગાવ્યા ગંભીર આરોપ..

Goa BJP Conflict: મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જે નેતાને પર્રિકરના પુત્ર ઉત્પલને બદલે પણજી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની પ્રાથમિકતા આપી હતી અને જેના પછી તેઓ પણજી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, હવે તે જ મંત્રી બાબુશે સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના 25 વર્ષના કાર્ય અને વારસા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

by kalpana Verat
Goa BJP Conflict BJP MLA sparks row over remarks on ex-Goa Chief Minister Manohar Parrikar

News Continuous Bureau | Mumbai 

Goa BJP Conflict: ભારતના પર્યટન રાજ્ય ગોવા ( Goa )માં ભાજપ ( BJP ) માં આજકાલ બધું બરાબર નથી ચાલી રહ્યું. પણજીના ધારાસભ્ય ( MLA )   અતાનાસિયો મોન્સેરેટ ઉર્ફે બાબુશે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના  માથાનો દુખાવો વધી ગયો છે. તેમના કેબિનેટ સભ્ય ‘બાબુશે’ ભાજપના દિગ્ગજ નેતા, ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને રાજ્યના પૂર્વ સીએમ મનોહર  પર્રિકર ( Manohar Parrikar ) પર નિશાન સાધ્યું છે.

બાબુશે સ્વર્ગસ્થ મનોહર પર્રિકર પર ગંભીર આરોપ લગાવ્યા 

સીએમ પ્રમોદ સાવંતે જે નેતાને પર્રિકરના પુત્ર ઉત્પલને બદલે પણજી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની પ્રાથમિકતા આપી હતી અને જેના પછી તેઓ પણજી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, હવે તે જ મંત્રી બાબુશે સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના 25 વર્ષના કાર્ય અને વારસા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના વારસા પર સવાલ ઉઠાવતા બાબુશે કહ્યું, મનોહર પર્રિકરે તેમના 25 વર્ષના રાજકારણ દરમિયાન પણજી શહેરને બરબાદ કરી દીધું. મને કહો કે પણજીના ભૂતપૂર્વ ધારાસભ્ય (મનોહર પર્રિકરે) 25 વર્ષ સુધી શું કર્યું? તેમણે વધુમાં કહ્યું કે, તેમના (મનોહર પર્રિકર) સંબંધીઓએ મને એવો પ્રોજેક્ટ બતાવવો જોઈએ જે પણજીના લોકો માટે કરવામાં આવ્યો હોય. તેમણે નીમેલા કન્સલ્ટન્ટોએ કરોડોની ઉચાપત કરી છે અને હવે અમે તેમના દુષ્કર્મનું પરિણામ ભોગવી રહ્યા છીએ. સ્માર્ટ સિટીનું તમામ કામ તેના મિત્રો એવા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું હતું. સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે 35 વર્ષનો અનુભવ ધરાવતા એન્જિનિયરોની અવગણના કરીને, પર્રિકરે મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સલાહકારોને સામેલ કરવાનું નક્કી કર્યું.

બાબુશે ઉત્પલ પર્રિકરની ટીકા પર આ જવાબ આપ્યો

સાવંત સરકારમાં મહેસૂલ મંત્રી બાબુશે મનોહર પર્રિકરને નિશાન બનાવતા કહ્યું કે, પહેલીવાર ભાજપ પણજીમાં જીતી છે, પહેલા મનોહર પર્રિકર કહેતા હતા કે તેઓ પણજી જીત્યા છે. હું ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો અને આમ ભાજપે પણજી જીતી લીધું. તેમણે (મનોહર પર્રિકર) ક્યારેય બીજેપી પાર્ટીને પ્રેમ નથી કર્યો. તેમના માટે, પહેલા તે પોતે હતા, પછી પાર્ટી… 

વાસ્તવમાં, બાબુશ ઉત્પલ પર્રિકરની ટીકા પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં ઉત્પલે તેમને ભ્રષ્ટ, અસમર્થ અને લોકોની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન કહ્યા હતા. જો કે, પર્રિકર વિરુદ્ધ બાબુશની ટિપ્પણી ગોવામાં બીજેપી નેતૃત્વને પસંદ આવી નથી. રાજ્ય ભાજપના પ્રવક્તા ગિરિરાજ પાઈ વર્નેકરે બાબુશ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ગોવામાં મનોહર પર્રિકરના યોગદાનને કોઈ નાનું કરી શકે નહીં.

ભાજપના પ્રવક્તાએ મંત્રી બાબુશને લીધા આડે હાથ

ગિરિરાજ પાઈ વર્નેકરે કહ્યું, ગોવા અને ભારત માટે મનોહર પર્રિકરનું યોગદાન ઘણું મોટું છે. તેઓ મહાન નેતાઓમાંના એક હતા અને તેથી જ પીએમ મોદીએ આધુનિક ગોવાના આર્કિટેક્ટની પ્રશંસા કરી હતી. જ્યારે લોકો તેના પર હુમલો કરે છે, જ્યારે તે પોતાનો બચાવ પણ કરી શકતો નથી. તેમણે વધુમાં કહ્યું કે ‘આ ગોવાના લોકો અને ભાજપના કાર્યકરો માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. હું તેમને વિનંતી કરીશ કે જેઓ હુમલો કરી રહ્યા છે. હુમલો કરવાને બદલે તેમની પાસેથી થોડીક બાબતો શીખો.

આ સમાચાર પણ વાંચો : Air India : ફલાઈટમાં વેજ મીલમાં ચિકનના ટુકડા, જૈન પેસેન્જર ભરાયું રોષે, કેન્દ્રીય મંત્રી સમક્ષ કરી આ માંગ..

મનોહર પર્રિકરના મૃત્યુ બાદ પણજી પેટાચૂંટણી દરમિયાન ભાજપે ઉત્પલને છેલ્લી ઘડીએ ટિકિટ આપી ન હતી. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા પછી, મોન્સેરેટ 2019 માં ભાજપમાં જોડાયા હતા અને 2022 રાજ્યની ચૂંટણીમાં ઉત્પલ પર્રિકર પર સીએમ સાવંત દ્વારા પણ તેમને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

કોંગ્રેસે આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના નેતા અમિત પાટકરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ હવે ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસ પાર્ટીએ જ 2017માં કહ્યું હતું કે સ્માર્ટ સિટીના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ખુદ ભાજપના વર્તમાન ધારાસભ્યએ હવે તત્કાલિન મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. આ અંગે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું શું કહેવું છે તે હવે સ્પષ્ટ થવું જોઈએ. તેઓ કોને સમર્થન આપી રહ્યા છે, પછી તે બાબુશ હોય કે પૂર્વ સીએમ પર્રિકર.

બાબુશના નિવેદનોએ વિપક્ષને એક નવું હથિયાર આપ્યું છે, જે હવે એવો દાવો કરી રહ્યા છે કે 2017માં પણજીમાં સ્માર્ટ સિટીને લઈને તેમણે કરેલા આક્ષેપો હવે સાચા છે. મનોહર પર્રિકર પર બાબુશનો તીક્ષ્ણ હુમલો આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે એક નવો પડકાર બની શકે છે.

Join Our WhatsApp Community

You may also like