Site icon News Continuous Bureau | Mumbai

હરિયાણા બાદ આ રાજ્યના મુખ્યમંત્રીએ પણ થવું પડ્યું હોમ કવોરોન્ટીન … જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

02 સપ્ટેમ્બર 2020 

દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 40 લાખની નજીક પહોંચી છે અને અનેક વીવીઆઈપી તેની પકડમાં આવી રહ્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો કોરોના રિપોર્ટ  સકારાત્મક આવ્યો છે. તે એસિમ્પ્ટોમેટિક છે અને હાલમાં તેઓ ઘરમાં કવોરોન્ટીન થયાં છે. તેમના સંપર્કમાં રહેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અને હોમ આઇસોલેશન થવાની સલાહ આપી છે. આ માહિતી ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ટ્વિટ કરીને આપી છે.. તેમને કહ્યું કે, તેઓ ઘરેથી ઓફીસનું કામકાજ કરવાનું ચાલુ રાખશે. સાથે જ જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. 

નોંધનીય છે કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો કોરોના ટેસ્ટ ફરી એકવાર સકારાત્મક આવ્યો છે. ગયા રવિવારે સીએમ ખટ્ટરે ફરીથી કોરોના ચેપ અંગે પરીક્ષણ કરાવ્યું હતું અને ફરી એકવાર તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.. જેનો અર્થ એ કે તેમણે થોડા વધુ દિવસો માટે હોસ્પિટલમાં રોકાવું પડશે. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને કોરોના ચેપને કારણે 25 ઓગસ્ટે ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version