ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 40 લાખની નજીક પહોંચી છે અને અનેક વીવીઆઈપી તેની પકડમાં આવી રહ્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. તે એસિમ્પ્ટોમેટિક છે અને હાલમાં તેઓ ઘરમાં કવોરોન્ટીન થયાં છે. તેમના સંપર્કમાં રહેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અને હોમ આઇસોલેશન થવાની સલાહ આપી છે. આ માહિતી ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ટ્વિટ કરીને આપી છે.. તેમને કહ્યું કે, તેઓ ઘરેથી ઓફીસનું કામકાજ કરવાનું ચાલુ રાખશે. સાથે જ જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય તેઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો કોરોના ટેસ્ટ ફરી એકવાર સકારાત્મક આવ્યો છે. ગયા રવિવારે સીએમ ખટ્ટરે ફરીથી કોરોના ચેપ અંગે પરીક્ષણ કરાવ્યું હતું અને ફરી એકવાર તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.. જેનો અર્થ એ કે તેમણે થોડા વધુ દિવસો માટે હોસ્પિટલમાં રોકાવું પડશે. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને કોરોના ચેપને કારણે 25 ઓગસ્ટે ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com