ગોવામાં કોરોના સંક્રમણ ઘટતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં 12 જુલાઇ સુધી કોવિડ કર્ફ્યુ લંબાવાની જાહેરાત કરી છે.
કોવિડ-કર્ફ્યુ દરમિયાન તમામ જરૂરી સેવાઓ ચાલુ રહેશે. રાશન અને અન્ય ખાદ્યપદાર્થોની દુકાનો સવારે 7 થી સાંજના 6 સુધી ખુલ્લી રહેશે. સાથે જ આ સમયગાળા દરમિયાન શોપિંગ મોલ્સની દુકાનો પણ ખુલ્લી રહેશે.
આ ઉપરાંત સલુન્સ અને આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ / સ્ટેડિયમોને પણ ફરીથી ખોલવા માટે લીલી ઝંડી આપી છે.
જોકે સિનેમા હોલ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ અને મનોરંજન ઝોન શરૂ કરવાની મંજૂરી રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે અગાઉ, કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 30 જૂન સુધી કોવિડ-કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.
મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો
