ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
એક્ઝિટ પોલના તારણમાં દેખાઈ રહ્યું છે કે ગોવા રાજ્યમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ શકે છે.
એક્ઝિટ પોલના સર્વેના અનુસાર 40 બેઠકોમાંથી કોંગ્રેસને ફાળે 11થી 17 બેઠકો આવી શકે છે.
ભાજપને 16થી 22 બેઠકો મળી શકે છે.
આમ આદમી પાર્ટીને પણ મહત્તમ 2 બેઠકો મળી શકે છે તેમજ અન્યને ફાળે 5થી 7 બેઠકો જઈ શકે છે.
ઈન્ડિયા ટુડે- એક્સિસ માય ઈન્ડિયા- ભાજપ 14-18, કોંગ્રેસ 15-20, MGP 2-5, અન્ય 0-4.
સી વોટર -ભાજપ 13-17, કોંગ્રેસ 12-16, ટીએમસી5-9, અન્ય 0-2.
જન કી બાત-ભાજપ 13-19, કોંગ્રેસ 14-19, MGP 1-2, AAP 3-5, અન્ય 1-3.
વીટો- ભાજપ 14, કોંગ્રેસ 16, AAP 4, અન્ય 6.