ગોવા દેશનું પ્રથમ હડકવા-મુક્ત રાજ્ય બની ગયું છે.
દરિયાકાંઠાના રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ રેબીઝ (હડકવા)નો કેસ નોંધાયો નથી.
રાજ્યભરના શ્વાનમાં રૅબીઝ વિરોધી 5,40,593 વૅક્સિનેશન કર્યું છે. તેમજ ગોવામાં ડૉગીના કરડવાથી થતી બીમારીથી બચાવતી ૨૪ કલાકની ઇમર્જન્સી હોટલાઇન હેલ્પલાઈન અને રૅપિડ રિસ્પોન્સ ટીમ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચેપને કાબૂમાં રાખવા અને તેને દૂર કરવા માટે, યુનિયન ગ્રાન્ટ દ્વારા ચલાવવામાં આવેલા મિશન રેબીઝ પ્રોજેક્ટ હેઠળ ગોવાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
