News Continuous Bureau | Mumbai
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(National Family Health Survey)-5 2019-2021નો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ભારતમાં દારૂ પીનારાઓની(alcoholics) સંખ્યા શહેર કરતા ગ્રામીણ વિસ્તારમાં(Rural area) વધુ હોવાનું જણાયું છે. તો દારૂના વેચાણના(Alcohol sales) આંકડા પર નજર રાખતા સૌથી વધુ બેવડાઓ ગોવામાં જણાય છે. સમગ્ર દેશમાં સૌથી વધુ દારૂ ગગડાવી જનારાઓની સંખ્યા ગોવામા(Goa) જણાઈ છે. તો સૌથી ઓછું લક્ષદ્વીપમાં(Lakshadweep) 0.4 ટકા રહ્યું છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 2019-2021નો અહેવાલ મુજબ દેશમાં મહિલાઓમાં 15 વર્ષની ઉંમરે દારૂ પીનારાની સંખ્યા એક ટકા છે, તેની સામે પુરુષોનું પ્રમાણ 19 ટકા રહ્યું છે. તેમાં પણ મહિલાઓમાં 1.6 ટકા ગ્રામીણ વિસ્તારમાં અને 0.6 ટકા શહેરી વિસ્તારમાં રહ્યું છે. તો પુરુષોમા આ પ્રમાણ 19.9 ટકા ગ્રામીણ અને 16.5 ટકા શહેરી વિસ્તારમાં રહ્યું છે.
ગોવામા 15થી 49 વર્ષની ઉંમરના લોકો સૌથી વધુ દારૂ પીએ છે. જેમાં પુરુષોની ટકાવારી 59 ટકા રહી છે. તો બીજા નંબરે અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh) 57 ટકા સાથે રહ્યું છે.
આ અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં(Maharashtra) છેલ્લાં એક વર્ષ દરમિયાન ૨૩૧૨.૮૧ લાખ લીટર બિયરનું વિક્રમી વેચાણ થયું હતું. આંકડા મુજબ ૨૦૨૦-૨૧ની સરખામણીએ આ વર્ષે બિયરના વેચાણમાં ૧૪.૯૫ ટકાનો વધારો થયો હતો.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના નેતાઓનું મોઢું બંધ રહેતું નથી. આ પૂર્વ મુખ્યમંત્રીએ બફાટ કર્યો. કહ્યું- હું ગૌ માંસ ખાઈ શકું છું….
બીજી તરફ ભારતમાં ઉત્પાદિત વિદેશી શરાબ (ઇન્ડિયન મેડ ફોરેન લીકર)(Indian Made Foreign Liquor)ના વેચાણમાં પણ કોરોના નિયંત્રણો હટ્યા પછી ધરખમ વધારો થયો છે. આવી જ રીતે દેશી દારૂનું વેચાણ પણ ખૂબ થયું હતું. આમ બિયર અને દારૂના વેચાણમાંથી રાજ્ય સરકારની(State Government) તિજોરીમાં કર પેટે કરોડો રૂપિયા ઠલવાયા છે.
૨૦૨૦-૨૧માં વિદેશી દારૂનું ૧૯.૯૯ કરોડ લીટર વેચાણ થયું હતું. તેની સરખામણીએ ૨૦૨૧-૨૨માં ૨૩.૫૮ કરોડ લીટર વિદેશી દારૂ વેચાયો છે. આ સમય દરમિયાન ૩,૪૮૩.૦૮ લાખ લીટર દેશી દારૂનું વેચાણ થયું હતું. તેથી કરપેટે રાજ્ય સરકારની તિજોરીમાં મોટી આવક જમા થઈ હતી.