News Continuous Bureau | Mumbai
Goa School Closed : ગોવામાં વરસાદ ન પડતા તેમજ ગરમી યથાવત રહેવાને કારણે રાજ્ય સરકારે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ શાળાઓ માત્ર એક દિવસ માટે હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે પરંતુ સમયાંતરે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય રીવ્યુ કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. સરકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે જો કોઈ શાળામાં પરીક્ષા ચાલુ હોય તો તે પરીક્ષા નિયમિત રીતે ચાલુ રહેશે. જોકે શનિવારના દિવસે એક દિવસ માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે વિદ્યાર્થીઓને શનિવાર તેમજ રવિવાર એમ બે દિવસની રજા મળશે.
ઉલ્લેખનીય છે કે ગોવામાં ચોમાસું સક્રિય થયા બાદ ભારે વરસાદ થતો હોય છે. જેને કારણે અમુક વખત શાળાઓ બંધ રાખવી પડે છે. જોકે આ વખતે ઉનાળો લાંબો ખેંચાઈ ગયો છે જેને કારણે લોકો ગરમીથી ત્રસ્ત છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump : ટ્રમ્પે યુએસ પરમાણુ, સંરક્ષણ રહસ્યો પરની ફાઇલો લીધી અને તેને શાવરમાં છુપાડી દીધી